ફક્ત ચાર પેરાશુટ.

એક એરોપ્લેન માં સચિન તેંદુલકર, મુકેશ અંબાની, રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી અને એક નાની છોકરી સફર કરી રહ્યા હતા.
અચાનક જ એરોપ્લેન માં ખરાબી આવી ગઈ, ને હવે એરોપ્લેન માં ચાર જ પેરાશુટ હતા.
પહેલા જ સચિન તેંદુલકર એ કહ્યું કે ક્રિકેટ ને મારી ખુબ જ જરૂર છે ને એ પેરાશુટ લઇ ને કુદી ગયો.
મુકેશ અંબાની એ કહ્યું કે ઉદ્યોગો ને મારી જરૂર છે ને એ પેરાશુટ લઇ ને કુદી ગયો.
રાહુલ ગાંધી એ કહ્યું કે ભારત દેશ ને મારી જરૂર છે ને એ પેરાશુટ લઇ ને કુદી ગયો.
હવે છેલ્લે એ એક જ પેરાશુટ વધ્યું હતું તો નરેન્દ્ર મોદી એ નાની છોકરી ને કીધું કે બેટી તું દેશ નું ભવિષ્ય છે. આ છેલ્લું પેરાશુટ લઇ ને તું કુદી જા.
તો નાની છોકરી એ કીધું કે આપની પાસે તો બે પેરાશુટ છે ..!!
રાહુલ ગાંધી તો મારું સ્કૂલ નું બેગ લઇ ને કુદી ગયા.

હાથી ને ફ્રીઝ માં કેવી રીતે પુરાય ?

નીચે ના પ્રશ્નોના જવાબ આપો

૧. ઊંટ ને ફ્રીઝ માં કેવી રીતે પુરાય ?
સમજદાર લોકો જવાબ આપે

૨. હાથી ને ફ્રીઝ માં કેવી રીતે પુરાય ?
સમજદાર લોકો જવાબ આપે.

૩. સેર ખાને જંગલ માં મીટીંગ બોલાવી બધા જાનવર આવ્યા એક જાનવર ના આવ્યું બોલો કોણ?

૪. એક નદીમાં બહુ જ મગર હોય છે અને એ નદીની એક કિનારે થી બીજે કિનારે જવાનું હોય છે એ પણ જીવતા બોલો કેવી રીતે ?કોઈ સાધન નથી કોઈ હોળી નથી ?

ઉંપર ના જવાબ નંબર અનુસાર આપવા

ગરમી-કાગળ

વિજ્ઞાન ના શીક્ષક :- ચિન્ટુ બોલ કાગળ થી કોઈ ગરમ થાય ?
ચિન્ટુ :- હા, સાહેબ હું જારે મારું રીઝલ્ટ લઈને ઘરે જાઉં ત્યારે મારા પપ્પા ગરમ થાય જાય છે.

સપનામાં…

પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી
પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી. એટલી સુંદર હતી કે કહી નથી શકતો.
પત્નીઃ એકલી આવી હશે.
પતિઃ તને કેવી રીતે ખબર?
પત્નીઃ કારણ કે એનો પતિ મારા સપનામાં આવેલો.

તાજમહેલ….

અરે એ તાજમહેલ તને તો એ ગુલમ્હોર લાગે છે.
છેડાતી ચાંદની માં આરસ તનો અવતાર લાગે છે.
પણ……….
મળે જો શાહજહાં તો આટલો પેગામ દેજે કે………
તાજમહેલ નીચે સુતેલી મુમતાજ ને પથ્થરનો ભાર લાગે છે.

પત્ની…

પતિએ પત્નીને કહ્યું કે, તમારૂં બચવું મુશ્કેલ છે!

બચવું મુશ્કેલ છે

ગંભીર રીતે બિમાર પડેલા પતિને લઈ પત્ની ડોક્ટર પાસે પહોંચી.

ડોક્ટર- તમારા પતિને રોજ સ્વાસ્થ્યવર્ધક નાસ્તો આપવાનું રાખો… તેમને ખુશ અને સારા મૂડમાં રાખો. ટેસ્ટી ડિનર બનાવો અને તમારા પ્રોબ્લમની તેમની સાથે ચર્ચા ન કરો. તેમની સામે ટીવી સીરિયલો ન જૂઓ નવા કપડાંની ડિમાન્ડ ન કરો. જો આટલું એક વર્ષ સુધી કરશો તો તમારા પતિ સારા થઈ જશે.

પતિ પત્ની દવાખાનેથી ઘરે આવી રહ્યા હતા. ત્યારે પતિએ પત્નીને પુછ્યું, ડોક્ટરે શું કહ્યું? પત્ની- તમારૂં બચવું મુશ્કેલ છે.

દુવા…..

ખુદા સે મેને એક દુવા માગી .
દુવા મેં અપની મોત માગી .
ખુદાને કહા કી મોત તો મેં તુજે દે શકતા હું .
મગર ઉસકો ક્યાં કહું ?
જિસ દોસ્ત ને આજ કે દિન દુવા મેં તેરી જિંદગી માગી હૈ.

મરી જાઉં તો?

છોકરીઃ હું મરી જાઉં તો?
છોકરોઃ તો હું ગાંડો થઈ જાઉં.
છોકરીઃ પછી તું કોઈ બીજી છોકરીને પ્રેમ કરે ખરો?
છોકરોઃ અરે ગાંડી, ગાંડો તો ગમે તે કરે…!!

કોયડો…

મહાદેવ ના ત્રણ મંદિર છે. મંદિર ની સામે એક નદી છે . મહાદેવ ની પૂજા કરવા માટે આઠ આઠ આઠ ફૂલ ચડાવવાના છે . ફૂલ ચડાવતા પહેલા નદી ના પાણી માં ફરીજીયાત બોળવાના ,પાણી માં બોળવાથી ફૂલ ડબલ થશે, તો મિત્રો કેટલા ફૂલ લેવા તે જણાવશો .,

પતિ

એક બેન એ બીજી બેન ને પૂછે કે તારો પતિ તો પહેલા કાળો હતો હવે સફેદ કેમ થઇ ગયો તો પહેલા બેન બોલ્યા મારા પતિ પહેલા કોલશા ની velly માં કામ કર તો હતો હવે તેની લોટ ની ઘંટી છે