ધારો કે ક્રિકેટર વિદ્યાર્થી હોય તો

ધારો કે ક્રિકેટર વિદ્યાર્થી હોય તો….

રાહુલ દ્રવિડ : યુનીવર્સીટી ટોપર..

સેહવાગ : ભણે કઈ નહિ અને બાપુ માર્ક જોર લાવે…

સર રવીન્દ્ર જાડેજા : વિશ્વનો એકમાત્ર એવો વિદ્યાર્થી જે એક સેમેસ્ટરમાં જ પી.એચ.ડી ની પદવી હાસલ કરે…

વિરાટ કોહલી : કલાસમેટ હાયરે ઝગડા જ કર્યે રાખે, પરીક્ષમાં કોપી કરવામાં અવ્વલ, જો ફેઈલ થાય તો પ્રોફેસરની વગાડી મુકે…

સચિન : તે તો બોસ પ્રોફેસર હોય, વિદ્યાર્થી નહિ. છતાં તેને કઈક શીખવા માટેની ધગસ હોય અને નોલેજ અપડેટ કર્યા જ કરે…તે એક જ પ્રોફેસર એવો હોય કે જેના લેક્ચરમાં ૧૦૦ % હાજરી હોય…બોસ…સચિન છે…!

નેહરા : હમેશા પરીક્ષામાં બીજાને મદદ કરે..પકડાય જાય અને સુપરવાઈઝર એને જ બહાર કાઢી મુકે…

એમ.એસ.ધોની : એકમાત્ર એવો વિદ્યાર્થી જે પરીક્ષાના પેલા બે કલાકમાં ફક્ત ટાઈમ પાસ કરે, છેલ્લા કલાકમાં ફટોફટ પરીક્ષા પૂરી કરે અને પાછો “એ” ગ્રેડ આવે…!

અને છેલ્લે આપડા ગેઈલ બાપુ

ગેઈલ: બંક મારીને ડાન્સબારમા ગંગનમ સ્ટાઈલ પર ડાંસ કરવા જતો રહે ….

ભગવાન ની બહુ તપસ્યા ….

એક દિવસ બાપુ એ ભગવાન ની બહુ તપસ્યા કરી. ભગવાન પ્રસન્ન થયા અને કહ્યું વરદાન માંગ. બાપુ એ માંગ્યું એક નોકરી તથા પૈસા ની બેગ તથા મોટી ગાડી તથા બાજુ માં ગણી બધી છોકરીયો ………… ભગવાને કહ્યું :- તથાસ્તુ

હવે આજે બાપુ …………….

બસ માં કંડકટર છે.

funny

એક દિવસે કેટલાક બદમાસ છોકરાઓ રસ્તે જતી ચોક્રિયો ને ચીડવતા હતા
ત્યાં કોલેજ ની છોકરીયો આવી તો એક છોકરો બોલ્યો અલ જુઓ આસમાન માંથી પરીઓ ધરતી પર ઉતરી છે આજે
તો એક છોકરી એ જવાબ આપ્યો અરે સાંભળો પરીઓ આપડે ભૂલથી
પરીલોક ની જગ્યા એ પ્રાણી સંગ્રાલય માં આવી ગયા લાગે છે જુઓ અહી જાનવરો બૂમો પડે છે ………….

ભૂત

બે મિત્રો એક દિવસ ભૂત શોધવા નીકળ્યા રાત ના ૧૨ વાગ્યા થી ૩ વાગ્યા સુધી બૌ ફારિયા પણ તેમને ભૂત મળ્યું નહિ એટલે થાકીને પોતાની સોસાયટી માં પાછા ફર્યા તો સોસાયટી ના નાકે એક કાકા બીડી પિતા તા તો એક મિત્ર એ જઈને પૂછ્યું કાકા તમે અહી કહી ભૂત જોયું છે
કાકા એ જવાબ આપ્યો ના ભૈલા હું તો બે વર્ષ પેહલા મરી ગયો તો માટે મને ખબર નથી

ફક્ત ચાર પેરાશુટ.

એક એરોપ્લેન માં સચિન તેંદુલકર, મુકેશ અંબાની, રાહુલ ગાંધી, નરેન્દ્ર મોદી અને એક નાની છોકરી સફર કરી રહ્યા હતા.
અચાનક જ એરોપ્લેન માં ખરાબી આવી ગઈ, ને હવે એરોપ્લેન માં ચાર જ પેરાશુટ હતા.
પહેલા જ સચિન તેંદુલકર એ કહ્યું કે ક્રિકેટ ને મારી ખુબ જ જરૂર છે ને એ પેરાશુટ લઇ ને કુદી ગયો.
મુકેશ અંબાની એ કહ્યું કે ઉદ્યોગો ને મારી જરૂર છે ને એ પેરાશુટ લઇ ને કુદી ગયો.
રાહુલ ગાંધી એ કહ્યું કે ભારત દેશ ને મારી જરૂર છે ને એ પેરાશુટ લઇ ને કુદી ગયો.
હવે છેલ્લે એ એક જ પેરાશુટ વધ્યું હતું તો નરેન્દ્ર મોદી એ નાની છોકરી ને કીધું કે બેટી તું દેશ નું ભવિષ્ય છે. આ છેલ્લું પેરાશુટ લઇ ને તું કુદી જા.
તો નાની છોકરી એ કીધું કે આપની પાસે તો બે પેરાશુટ છે ..!!
રાહુલ ગાંધી તો મારું સ્કૂલ નું બેગ લઇ ને કુદી ગયા.

હાથી ને ફ્રીઝ માં કેવી રીતે પુરાય ?

નીચે ના પ્રશ્નોના જવાબ આપો

૧. ઊંટ ને ફ્રીઝ માં કેવી રીતે પુરાય ?
સમજદાર લોકો જવાબ આપે

૨. હાથી ને ફ્રીઝ માં કેવી રીતે પુરાય ?
સમજદાર લોકો જવાબ આપે.

૩. સેર ખાને જંગલ માં મીટીંગ બોલાવી બધા જાનવર આવ્યા એક જાનવર ના આવ્યું બોલો કોણ?

૪. એક નદીમાં બહુ જ મગર હોય છે અને એ નદીની એક કિનારે થી બીજે કિનારે જવાનું હોય છે એ પણ જીવતા બોલો કેવી રીતે ?કોઈ સાધન નથી કોઈ હોળી નથી ?

ઉંપર ના જવાબ નંબર અનુસાર આપવા

સપનામાં…

પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી
પતિઃ કાલે સપનામાં એક છોકરી આવી હતી. એટલી સુંદર હતી કે કહી નથી શકતો.
પત્નીઃ એકલી આવી હશે.
પતિઃ તને કેવી રીતે ખબર?
પત્નીઃ કારણ કે એનો પતિ મારા સપનામાં આવેલો.

મરી જાઉં તો?

છોકરીઃ હું મરી જાઉં તો?
છોકરોઃ તો હું ગાંડો થઈ જાઉં.
છોકરીઃ પછી તું કોઈ બીજી છોકરીને પ્રેમ કરે ખરો?
છોકરોઃ અરે ગાંડી, ગાંડો તો ગમે તે કરે…!!

અલ્લાહ…

એક છોકરી ના ત્રીજી વાર લગ્ન થયા તો બીજી એ કહ્યું કે તારો પહેલો પતિ ક્યાં ગયો.
તો તે છોકરી એ કહ્યું કે મારો પહેલો પતિ અલ્લા ને પ્યારો થયી ગયો.
અને બીજો પતિ ”’પાડોશી”’ ને પ્યારો થયી ગયો.

બાદશાહ,,,,,,,
મૌલિક …………..

Fast

એક વાર ધીરુભાઈ અંબાની ને મુકેશભાઈ અંબાની નું કામ પડ્યું. તો ધીરુભાઈ એ મુકેશભાઈ અંબાની ને ફોન કર્યો.
ધીરુભાઈ : હેલ્લો! હું ધીરુ બોલું છુ.
મુકેશભાઈ : તો ફાસ્ટ બોલ ને .